Skip to main content Skip to search

PMEGP Loan and Subsidy

PMEGP Loan and Subsidy

PMEGP મશીનરી લોન અને સબસિડી વિષે માહિતી

1.      PMEGP શું છે?

PMEGP (Prime Ministers Employment Generation Programme) યોજનામાં PMEGP લોન અને સબસિડીની જોગવાઈ છે.

2.      PMEGP ના મુખ્ય ફાયદાઓ…

  1. મશીનની કિંમત (પ્રોજેક્ટ કોસ્ટ) ના ૯૫% સુધી લોન મળવાપાત્ર છે.
  2. વર્કિંગ કેપિટલ લોન (CC) પર પણ સબસિડી મળવા પાત્ર છે.
  3. સબસિડી બહુ થોડા મહિનામાં પાસ થઇ જાય છે.

3.      કેટલી સબસિડી મળે?

PMEGP યોજનામાં ૩૫% સુધી, ગુજરાત સરકારની કેપિટલ સબસિડી ૨૫% સુધી અને વ્યાજ સબસિડી. આમ, બધી સબસિડી મશીનની કૂલ કિંમત(પ્રોજેક્ટ કોસ્ટ) ના ૭૦% સુધી થાય. (ઉપર મુજબ)

4.      કેવા પ્રકારની મશીનરી પર લોન અને સબસિડી મળે?

લગભગ બધા ટાઇપના  મેન્યુંફેક્ચરીગ બિસનેસના મશીન પર  લોન અને સબસિડી મળે છે.

5.      કેટલી લોન મળે?

મહિલા/SC/ST/OBC/ભૂતપૂર્વ સૈનિકો/વિકલાંગ, અને ઉદ્યોગસાહસિકોને મશીનની કિંમત(પ્રોજેક્ટ કોસ્ટ) ના ૯૫% અને અન્ય માટે ૯૦% સુધી લોન મળવા પાત્ર છે.

6.      લોન માટે મિલકત ગીરવે (મોર્ગેજ) મુકવી પડે?

હા, મકાન/ દુકાન/ ફ્લેટ/ બેંકની ફિક્ષ ડીપોઝીટ કે અન્ય મિલકતનો બેંક આગ્રહ રાખે છે.

7.      આ લોન ક્યાંથી મળે?

લોન સરકાર માન્ય બેંકમાંથી મળે.

8.      લોનનો વ્યાજદર  કેટલો હોય અને લોન કેટલા વર્ષ માટે મળે?

લોનનો વ્યાજદર ૯% થી લઇ ૧૩% સુધી અને ૫ થી ૭ વર્ષ સુધીની લોન મળવાપાત્ર છે.

9.      મશીનની કિંમત(પ્રોજેક્ટ કોસ્ટ) ની કઈ લીમીટ છે?

હા,  ૧ કરોડ સુધી મશીનની કિંમત(પ્રોજેક્ટ કોસ્ટ) હોવી જોઈએ. પરતું PMEGP સબસિડી ઉત્પાદન ક્ષેત્રમાં રૂ. ૫૦ લાખ અને સેવા ક્ષેત્રમાં રૂ. ૨૦ લાખ સુધીના   પ્રોજેક્ટ કોસ્ટ પર મળવા પાત્ર છે.

10.  PMEGP લોનમાં કેટલો સમય લાગે છે?

અંદાજીત ૪૫ થી ૬૦ દિવસ.

11.  સબસિડીમાં કેટલો સમય લાગે છે?

PMEGP માટે ૪ મહિના, કેપિટલ સબસિડી માટે ૧૨ મહિના, વ્યાજ સબસિડી દર વર્ષે (અંદાજીત)

12.  PMEGP લોન અને સબસિડીની મુખ્ય શરતો

  1. નવું યુનિટ/પ્રોજેક્ટ હોવો જોઈએ. (ચાલુ ઘંધામાં PMEGP મળવા પાત્ર નથી.)
  2. વ્યક્તિગત (પ્રોપરાઈટર ફર્મ)ના નામે પ્રોજેક્ટ/ યુનિટ હોવો જોઈએ.
  3. શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ.
  4. PMEGP ના અધિકારી દ્વારા ૩ વર્ષમાં સ્થળ અને મશીનની ગમે ત્યારે તપાસ અને તપાસ પછી FD ની રકમ ખાતામાં જમા થશે.

13. કેપિટલ અને વ્યાજ સબસિડીની મુખ્ય શરતો (State DIC Subsidy)

  1. ૫/૭ વર્ષ નો ભાડા કરાર
  2. જગ્યાના દસ્તાવેજની કોપી
  3. બિન ખેતી હુકમ (ઔદ્યોગિક હેતુ)
  4. અન્ય સરકારી નિયમો